STORYMIRROR

Pranav Kava

Inspirational

3  

Pranav Kava

Inspirational

નથી જવું

નથી જવું

1 min
243

બે મળતા હૈયાને જુદા પાડવા,

નયનોમાં બંધાયેલા દિલને તોડવા,

અંધકાર બની આવેલા અંજવાળાને,

જૂઠાણાના જય જયકારને સંભાળવા,

નથી જવું..


વેરના વાવેતરનું પોષણ કરવા,

મુક્ત વિચારને બંધનરૂપ બનાવવા,

ક્રોધ ભરેલી અગ્નિનો સ્પર્શ કરવા,

શાંતિની શીતળતાને ડામ દેવા,

નથી જવું..


સ્નેહરૂપી સથવારાને છોડીને,

એક પાંખ બનીને ગગન ચૂમવા,

કાંટાળી કેડીનો માર્ગ બનવા,

સૃષ્ટિની વિશાળતાનું માપ કાઢવા,

નથી જવું..


ખારાશરૂપી દરિયામાં ડૂબકી મારવા,

ધાર્યું નિશાન છોડીને તીર ચલાવવા,

સ્વતંત્રતાના સોપાનને ઠેસ પહોંચાડવા,

માણસાઈ છોડીને મુકાબલો કરવા,

નથી જવું..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational