નફાનો ધંધો
નફાનો ધંધો
બીજ વાવો ને છોડ દઈશ ભરવાં અન્ન ભંડાર
કલમ રોપો ને વૃક્ષ છાંયડો ફળ ફૂલથી કંડાર,
ગાળો કૂવો વીરડો નદી તળાવ સરવર ગોંદરે
નીરખો અમૃત હેલની ભરતી પનિહારી પાદરે,
ઊંચી ચણાવો મેડીઓ ખુલ્લી બારીઓ મૂકાવો
વરસાવું તાજી પવનની લહેરખી બિન ચૂકાવો,
પીરસવા જ્ઞાન જીવતી પાઠશાળા જો બંધાવો
પકાવો પંડિત આંગણે ને ગીતા હૃદયે મઢાવો,
બીજ વાવો ને છોડ દઈશ ભરવાં અન્ન ભંડાર
વનરાજી વાવ અમૃત અઢળક નીર વહે ડાર.
