નમ્રતા શું છે
નમ્રતા શું છે
નમ્રતા એ જ્ઞાનની સાંકળ છે
જે જ્ઞાનમાં આગળ છે,
નમ્રતા અભિમાનનું અકળામણ છે
જે ઘમંડને ઘટાડે છે,
નમ્રતા ને ધર્મનું ધ્યાન છે
જે મનનું કલ્યાણ છે,
નમ્રતા મહાનતાની મૂર્તિ છે
જે મહેનતથી પૂર્તિ છે,
નમ્રતા સંસ્કારનો સાગર છે
જે ગૌરવની ગાગર છે,
નમ્રતા મધુર વાણી છે
જે સૌએ જાણી છે,
નમ્રતા સ્વભાવની સુવાસ છે
જે આપણાંનો આવાસ છે.
