STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

નજરાણું

નજરાણું

1 min
311

હું અને તું, સાથે નગ્ન દરિયો,

સાગર કહો કે સમુદ્ર, મારે મન તે ઉતર્યો,


ચૂમી પગ મારા, આંગળી તે વળગ્યો,

હું પણ ખુશ થાતી, મને જ્યારે તે અડ્યો,


ઘનઘોર અવાજમાં, પ્રેમનો રાગ મેં સાંભળ્યો,

પાણી પાણીની બીકમાં, સમુદ્રને જ મેં પ્રેમ કર્યો,


સૂર રેલાતા તેના, દરિયો છે મારો સાવરીયો,

ડૂબતી ને ડોલતી હું તરતી, આખરે એ તો મારે મન વસ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama