નજર
નજર
નજરોથી નજરને આમ ફસાવીશ નહિ,
મારા દિલને તું આમ રમાડીશ નહિ,
રમી લે જેટલી રમત રમવી હોય તારે,
લાગણી સાથે રમી આમ હરાવીશ નહિ,
કરવી'તી જેટલી મનમાની તે કરી લીધી પણ,
હવે પ્રેમ કેમ કરવો મને આમ શીખવાડીશ નહિ,
હતી સાથ ત્યારે તો ન્હોતી જાણતી રસમ ઇશકની,
ને હવે થઈ અલગ પાઠ પ્રેમના આમ ભણાવીશ નહિ,
તારા એ "પલ" હતા હતો હું અતુલ્ય પ્રેમ તારો,
હવે બાદાખ્વાર બની "નીરવ"ને આમ વલી બનવા સમજાવીશ નહિ,

