નિર્જન રસ્તો
નિર્જન રસ્તો


આજ દિવસ ખાસ ના રહ્યો,
બસ બંધ ઓરડે વાસ રહ્યો
કોઈને કોઈથી પ્યાર ના રહ્યો,
બસ બંધ રૂદીયે સાથ રહ્યો
મળ્યો તોય થોડોક સારો પળ,
જ્યારે કોઈનો બે-હાલ પૂછ્યો
મળી ના શકવાનો રંજ રહ્યો,
બસ છેલ્લો ચહેરો યાદ ન રહ્યો
વાચકો સાથે થોડો સંવાદ કર્યો,
ને લાગણીનો કોઈ પાર ના રહ્યો
'આશુ' છલકતો આજ કેર જોયો
રસ્તો સાવ નિર્જન ચાલતો જોયો.