નિખાર
નિખાર
તારી હાજરીથી મારા સૌંદર્યમાં નિખાર આવતો લાગે છે. મારી પાંપણમાં સોહામણા સ્વપ્ન કેરી વણઝાર જાગે છે,
આ તે કેવી પ્રીત છે ભવોભવની સજન ના જાણતી હું. દિલમાં નર્યો ઉત્સાહ થનગને, નિરાશા બધી દૂર ભાગે છે.
દુનિયાથી બેખબર થઇ રાત-દિન તારી યાદમાં ડૂબતી હું. તારા નામની જ મારા કાનમાં ઝીણી કરતાલ વાગે છે.
ભાન ભૂલી હું, જેમ ગોપીઓ ભૂલી'તી કૃષ્ણના પ્રેમમાં. પાગલ ગણીને લોક હવે વાતવાતમાં જોને મને તાગે છે.
સદીઓથી અહીં પીડા પામતા રહ્યા પ્રેમ કરનારાઓ.. લૈલા-મજનું કે પછી હીર-રાંઝા ઠોકર જો સૌને વાગે છે.