STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4.8  

Dina Chhelavda

Inspirational

નિજમસ્તી છું

નિજમસ્તી છું

1 min
259

ગૌરવ છે હા મને સદા હું નારી છું ને શક્તિ છું;

મીરાં થઈને માધવની હું પ્રેમલક્ષણા ભક્તિ છું, 

પંખી થઈને ઊડતી, રમતી, કલબલતી એ આંગણમાં,

સૂરજમુખી થઈ ખીલખીલતી સૂરજના એ કિરણમાં,

મનગમતી હું સૌ સખીઓને કલરવમાં નિજમસ્તી છું;

મીરાં થઈને માધવની હું પ્રેમલક્ષણા ભક્તિ છું, 

ગૌરવ છે હા મને સદા હું નારી છું ને શક્તિ છું;

મીરાં થઈને માધવની હું પ્રેમલક્ષણા ભક્તિ છું, 

કંકુ થાપે, કંકુ પગલે, છે જીવન મારું સદા સમર્પણ,

સપ્તપદીના વચન નિભાવતી સપના મારા દર્પણમાં,

સાગર જળમાં વહેતી તરતી હું નાની શી કશ્તી છું;

મીરાં થઈને માધવની હું પ્રેમલક્ષણા ભક્તિ છું, 

ગૌરવ છે હા મને સદા હું નારી છું ને શક્તિ છું;

મીરાં થઈને માધવની હું પ્રેમલક્ષણા ભક્તિ છું, 

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational