નિજ મસ્તી સ્વ થકી
નિજ મસ્તી સ્વ થકી
નિજ મસ્તીમાં અજાણ હું સર્વથી સ્વ થકી,
લઈ બિલિ મોહમાં તણાઈ શિવમંદિરે સ્વ થકી,
રહું હું માત્ર તારામાં, એટલે જ ખટકી છું સ્વ થકી
લાગી તરસને આગ રણે, ફૂંફાડો મારે ગુલાબ થકી,
પંખી ચીસો પાંજરે ને શિવ કરે તાંડવ સતી થકી
નીરવ શાંતિ પોકારે માણસ પ્રકૃતિ ગોદે સર્વ થકી,
દાવો માંડે રાઈનો દાણો, છું સ્વાદ રસોડે સ્વ થકી
સહનશીલતા દરિયા થકી, વિશાળતા આભ થકી,
ભરે ડગલું છીછરો માનવ માપે ઊંડાણ ભૂરા રંગ થકી
તરફડે રડી રોદણાં મન મનાવે, ફાંટુ ભરે તંદ્રા થકી.
