નિહાળતી રહું છું !
નિહાળતી રહું છું !
એ દિવસે
મેં પ્રેમથી રોપેલો
છોડ.. કૂંપળ બની
ઊગી નીકળ્યો અચાનક
ક્યારીએ મઘમઘતો !
ને હવે તો
ફૂલો પણ રંગીન આવે
એટલે ચોતરફ
સુગંધનો દરિયો
ઘૂઘવે છે !
ઉછરી રહેલા
છોડના ખીલતા એ
ફૂલોને રોજ સવારે હું
ચૂંટીને સજાવવા
ખોબે ભરીને
નિરખતી રહું છું !
ને આમ જ
આંખોમાં વાવેલા સપનાં
ઊગીને સવારે ખીલતા
સાંજ પડે વિખરાતા
ફરી રાતે આંખના
આકાશમાં ખીલવા આવે છે !
હા, સપના ફૂલ જેમ
ખીલે છે ને મને ગમે છે,
સપના ઉછેરવા
એને મઘમઘતા રાખી
ફૂલોની જેમ રોજ
નિહાળતી રહું છું !