STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4  

Dina Chhelavda

Inspirational

આયનો

આયનો

1 min
296

આયનાની સામે આયનો થઈ ઊભી'તી

ગયું ઝાંકીને અમથું કોઈ જોઈને,


ખુલ્લી આંખોમાં સપના હું માણતી'તી

મારા અંતરના નાદ મને વાગે

મારી જ છાયા સાથે વાત માંડી'તી

મને એવું તો ગમતીલું લાગે,


સવારે સૂરજમુખી થઈ ખીલતી'તી

પ્રતિબિંબ સૂરજનું જોઈને

આયનાની સામે આયનો થઈ ઊભી'તી

ગયું ઝાંકીને અમથું કોઈ જોઈને,


એવી તો કેવી ઝાકળબુંદ થઈ સરતી'તી

પ્રભાતના સુરીલા રાગમાં

હૃદયમાં ઉછળતા આનંદે વહેતી'તી

ધીમા ધબકતા શ્વાસમાં,


મારી જ ભીતર નવી કુંપળ ફૂટતી'તી

અંતરના  ઊંડાણને જોઈને

આયનાની સામે આયનો થઈ ઊભી'તી

ગયું ઝાંકીને અમથું કોઈ જોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational