જરૂરી છે
જરૂરી છે
મુશ્કેલીઓ બહુ જ છે,
પણ જવાનું જરૂરી છે,
તું હિંમત ના હાર,
હિંમત તારી બહુ છે,
બદલાતા આ યુગમાં,
જીવન પણ બદલાય છે,
જીવનને સમજવાની,
સમજદારી પણ જરૂરી છે,
જો કામયાબી ના મળે તો,
પ્રયત્ન કરવા જરૂરી છે,
દર્દને ભૂલવા માટે,
હસવું પણ જરૂરી છે.