Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

એ વાત જુદી- ગઝલ

એ વાત જુદી- ગઝલ

1 min
177


ઋતુ વસંત મધુ ને; ખીલે જ સુમન એ વાત રૂડી

વધાવે સજન ને; ખીલે જ નયન એ વાત જુદી,

 

રમાડે રંગ વૈભવથી વ્યોમ, ઉષા જ સલૂણી

સ્વ ને રંગો ખુદાઈથી તો; મન એ વાત જુદી,

 

ચગાવે પવન ને; વિહરે જ પતંગ ગગને ઊંચે

ધરાના મીઠડા જીવન બંધન એ વાત જુદી,

 

ચઢે ઘનઘોર મેઘો ને; વરસે કરુણા જ રૂડી

વહે જનની ઉરેથી અનુકંપન એ વાત જુદી,

 

સ્પંદન ઝીલી શશીના; જલધિ લહર દે રાવ યુગી

અવર દુઃખે ખળભળે આ જીવન એ વાત જુદી,

 

મળે સરપાવ જો જીવનમાં; ધનભાગ્ય જ રૂડા 

ઠરે માનું દિલડું ને; દે ચૂમન એ વાત જુદી,

 

પ્રતિ અધર્મ સહજ રમે શૂરાતન એ વાત રૂડી

વતન કાજે ધરે બલિદાનો, જન એ વાત જુદી,

 

ઝગમગે દીપ સંસ્કારોના તો જીવન મધુરા

પર ભલાકાજ ખર્ચી કોઈ ક્ષણ; એ વાત જુદી,

 

થઈ પંડિત રચો શાસ્ત્રો; તે વિદ્યા જગ મૂડી

ખુદ તવારીખ; તો નમતું જ વતન એ વાત જુદી,

 

સજો શણગાર હીરા મોતીથી; તનડે જ સુખી

ઉજાશે ‘દીપ જો ચૈતન્ય ધન; એ વાત જુદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational