Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Inspirational

4.8  

Dina Chhelavda

Inspirational

ધબકતો શ્વાસ

ધબકતો શ્વાસ

1 min
269


શબ્દોની બનેલી રચના અવકાશ જેવી હોય છે,

ને કવિતા આમ ધબકતા શ્વાસ જેવી હોય છે, 


આ ઝબૂકતી વીજળીનો ઝળહળાટ જુઓ તો,

જળ ભરેલી વાદળી અજવાસ જેવી હોય છે, 


શિખરો વિસ્તરતા આભને આંબવા જુઓ તો,

તળેટીની તરસ ઘનઘોર આકાશ જેવી હોય છે, 


આ પર્ણોમાં ઝીલાતી બુંદો નિતરતી જુઓ તો,

ડાળી ચમનમાં મ્હેંકતી સુવાસ જેવી હોય છે, 


ઝરમર માહોલમાં આ વરસાદી રચના જુઓ તો,

કલ્પનાના કૈં ચમકતા આભાસ જેવી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational