STORYMIRROR

BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

નાવડી હાલી રે!

નાવડી હાલી રે!

1 min
298

કાગળની નાવ બનાવી મેં હલેસાં માર્યા,

નાની નાની નાવડી લઈ દરિયામાં ચાલ્યાં,


બાળપણ હતું, નાની સી મોજ કરી આગળ વધ્યાં,

ગંભીર વાતાવરણ, લાંબી હરણફાળમાં કૂદી પડ્યાં,


ઘર સંસાર માંડી, એક નવી જ સફરે પગલાં માંડ્યાં,

એક પછી એક દિવસ વીતે, સમયનાં કાંટા ઝડપે ફર્યા,


નાવડી હજીયે હાંકીએ જોરે, રસ્તા નવા અમે ભાળ્યાં,

આંધી-તોફાન, વાવાઝોડા, આવ્યાં ને શમી ગયાં,


સંસ્કારોની શીખ, સિદ્ધાંતોનાં વિશ્વાસે ચાલતાં રહ્યાં,

હસતાં મુખે હલેસાં મારી, અમે મધદરિયે તો આવી ગયાં,


રોજ નવો દિ’, એક નવી ચેતના સાથે અમે નીકળી પડ્યાં,

ક્ષિતિજ સુધીની અવિરત સફરમાં જાણે અમે ફાવી ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational