Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilam Jadav

Inspirational

4  

Nilam Jadav

Inspirational

અનોખી આ જિંદગીની લહેર

અનોખી આ જિંદગીની લહેર

1 min
138


ક્યારેક જીવનમાં નવા રંગો ભરાય છે,

તો ક્યારેક લાગણીઓ તૂટે છે.

અનોખી આ જિંદગીની લહેર...


ક્યારેક ભરઉનાળે મેઘમહેર થાય છે,

તો ક્યારેક દિવસો કોરા જાય છે.

અનોખી આ જિંદગીની લહેર...


ક્યારેક નવી આશાઓ સાથે સપના બંધાય છે,

તો ક્યારેક નિરાશાઓ ઘેરી વળે છે.

અનોખી આ જિંદગીની લહેર...


ક્યારેક સ્મિતથી દુઃખો ભૂલાય છે,

તો ક્યારેક રુદનથી હૈયું ભરાય છે.

અનોખી આ જિંદગીની લહેર...


ક્યારેક પારકાં પોતાના બની જાય છે,

તો ક્યારેક પોતાના છેતરી જાય છે.

અનોખી આ જિંદગીની લહેર...


ક્યારેક મોજશોખથી જીવન જીવાય છે,

તો ક્યારેક મુશ્કેલીઓથી તૂટી જવાય છે.

અનોખી આ જિંદગીની લહેર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational