મનના વિચારો.
મનના વિચારો.


કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજુર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજુર નથી.
પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી ?
હુ તો અમી છું.
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રેહવાનું મંજુર નથી.
માપસર બોલવાનુ, માપસર ચાલવાનું,
માપસર પેહરવાનું, માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનુ, માપસર હળવાનું
માપસર ભળવાનું, આવુ હળવાનુ ભળવાનું
માપસર ઓગળવાનું,
મને આવુ પીગળવાનુ મંજુર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનુ મને મંજુર નથી.