આ કેવી સ્વતંત્રતા ?
આ કેવી સ્વતંત્રતા ?
ચોતરફ છે દેશમાં ગુલામીની બેડી, એ સ્વતંત્રતા કેવી ?
સુઝે નહીં ઉપાય, ના દેખાય કોઈ કેડી, એ સ્વતંત્રતા કેવી ?
જાતપાતનાં ભેદભાવ છે આજે, માનવ રહ્યો છે લડી,
ભાઈચારો ખોવાયો, કઈ વાત એને નડી ? એ સ્વતંત્રતા કેવી ?
ખુરશીનો મોહ છૂટતો નથી, ધર્મને નામે સત્તા છે જડી,
ભ્રષ્ટાચારને લીધે પરિસ્થિતિ છે બગડી, એ સ્વતંત્રતા કેવી ?
મોંઘા થયાં છે મૂલ્યો ગાંધીજીનાં અહિંસક વિચારોના,
કોમવાદમાં આજે પ્રજા રહી છે ઝગડી, એ સ્વતંત્રતા કેવી ?
હે ઈશ્વર! ઉદ્ધારક બનજે, પ્રાર્થના કરીએ અમે સહુ એવી,
નબળાં માનસમાં રહ્યાં છે સહુ સબડી, એ સ્વતંત્રતા કેવી ?