ભારતમાતા મારી
ભારતમાતા મારી
દુનિયામાં છે સર્વશ્રેષ્ઠ
એ છે ભારત માતા મારી,
ગર્વ છે જેનું મને અનેરું
એ છે ભારત માતા મારી,
ધન્ય ધન્ય છું હું એનું સંતાન
એ છે ભારત માતા મારી,
હંમેશા જેમની ઋણી છું
એ છે ભારત માતા મારી,
ખુબ ખુબ ઉપકાર એમના
એ છે ભારત માતા મારી,
એમના થકી છે સુંદર જીવન
એ છે ભારત માતા મારી,
એમના ચરણોમાં મારું જીવન
એ છે ભારત માતા મારી.