એવી મારી મજાની શાળા
એવી મારી મજાની શાળા
બાળકોના હસતા ચહેરા જોઈ
બધા દુઃખો ભૂલી જાઉં
એવી મારી મજાની શાળા,
કાલીઘેલી ભાષામાં
હું ખોવાઈ જાઉં
એવી મારી મજાની શાળા,
રમત-રમતમાં શિક્ષણ શીખવી
ઘડતર કરી જાઉં
એવી મારી મજાની શાળા,
કોરોનાના કાજે
આજે બની વિરાન
એવી મારી મજાની શાળા,
વિશ્વાસ છે મુજને અડગ
ફરી જલ્દી મહેકી ઊઠશે
એવી મારી મજાની શાળા,
બાળકનેે શીખવવા માટે
હું બાળક બની જાઉં
એવી મારી મજાની શાળા.