STORYMIRROR

Nagin Shah

Inspirational

4  

Nagin Shah

Inspirational

એક વાત જિંદગીને

એક વાત જિંદગીને

1 min
246


કહેવી'તી એક વાત જિંદગીને,

કે મોત હાથમાં લઈ કેમ ફરે છે,


રોજ થાય છે તાયફા જિંદગીના,

તો ય સોદા મોતના કેમ કરે છે,


ખબર તો છે તને કોણ બચાવશે,

તો ય જગના આશરે કેમ ફરે છે,


મોત જો સામાન લઈ ફરી રહ્યું છે,

ને તું આંખો બંધ કરી કેમ ફરે છે,


જેના પાપે જોખમી થઈ જિંદગી,

એ જાણે છતાં બેપરવા થઈ કેમ ફરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational