મિત્રતા
મિત્રતા
લોહીનો નહીં પણ લાગણીનો સંબંધ,
રહે જે જીવનભર અકબંધ.
છલકે જ્યાં નિર્દોષતા ને નિખાલસતા,
નામ આપ્યું એનું સહુએ 'મિત્રતા'
ચાની ચુસ્કીઓ સાથે ટોળટપ્પાં,
સંગ હોય જીવનનાં અનોખાં કિસ્સા.
આપત્તિ સમયે હોય જે સતત પડખે,
સુખનાં પ્રસંગે એની ગેરહાજરી ખટકે.
જીંદગીની કિતાબનાં અંગત પાનાં,
ખૂલે જ્યાં હોય બંધન પ્રીતનાં.
