ગજાનન મંગલકારી
ગજાનન મંગલકારી
1 min
176
શિવતનય સૂંઢધારી ગજાનન મંગલકારી,
ભક્તન કે સુખકારી ગજાનન મંગલકારી,
એકદન્ત ગજકર્ણક શોભા તમારી ન્યારી,
માતા ઉમિયા દુલારી ગજાનન મંગલકારી,
વિઘ્નવિનાશક બુધ્ધિદાતા સેવા કરું તમારી
સોહે સિદ્ધિબુદ્ધિ નારી ગજાનન મંગલકારી,
શુભ કાર્યમાં હોય સદા આગમન તમારું ને,
લાભ લક્ષ મૂરત પ્યારી ગજાનન મંગલકારી,
મોદકપ્રિય ભગવંત ગણેશા નૈવેદ્ય સ્વીકારી,
આવો કરી મૂષક સવારી ગજાનન મંગલકારી.