શ્રાવણ આવતાં
શ્રાવણ આવતાં
ભોળાનાથની યાદ આવી શ્રાવણ આવતાં,
બીલી, દુગ્ધ, જળ લાવી શ્રાવણ આવતાં.
મંદિરો થયાં મહાદેવમય સદાશિવની યાદે,
પંચાક્ષર સ્તોત્રને સ્મરાવી શ્રાવણ આવતાં.
ભક્તો થયા ભાવાવેશ ભોલેભંડારી તણાં,
મહામૃત્યુંજય જપ ગજાવી શ્રાવણ આવતાં.
એકટાણાંને ફળાહાર સંયમ નિયમ લાવી,
ભક્તિ શિવજીની અપનાવી શ્રાવણ આવતાં.
ભાવભૂખ્યા ભોળાનાથ ભકતોના ભયહારી,
હરખ્યા ભક્તો શિવને પોકારી શ્રાવણ આવતાં.
