તારા સંગે નહિ બોલું
તારા સંગે નહિ બોલું
હવે તારી સંગે નહિ બોલું,
હૈયાનાં રાઝ તારા સંગે નહિ ખોલું,
અગાધ દરિયા જેવું તારું હૈયું,
ગહનતા જાણવા હવે નહિ ડૂબું,
ખીઝા છે મારી ચારે તરફ,
હવે ચમનનું સરનામું તને નહિ પૂછું,
આ વિરાન બની ગઈ દિલની ધરા,
હવે ગગન વિશે તને નહિ પૂછું,
વાસ્તવિકતાની વર્ષાથી રેલાઈ ગયું મારું જીવનનું ચિત્ર,
હવે મારા સપનાઓ વિશે તને નહિ પૂછું,
સ્વજનોના વિશ્વાસઘાતથી તૂટી મારી જીવન ઇમારત,
હવે વિશ્વાસ વિશે તને નહિ પૂછું,
ભરવસંતે કરમાયો મારો જીવનબાગ,
આ વસંતનાં આગમન વિશે તને નહિ પૂછું.