નહોતી ખબર
નહોતી ખબર
આંખોમાં મુઠ્ઠીભર શમણાંઓ સજાવ્યા હતા તારા,
પણ નહોતી ખબર આ શમણાંઓ અશ્રુ બનીને વહી જશે,
હમસફર બનીને સંગ સંગ ચાલતા હતા,
પણ નહોતી ખબર એક મતભેદની તિરાડથી,
આમ રસ્તા ઓ ફંટાઈ જશે,
વાવ્યા હતા સપનાઓના બીજ જીવન બાગે,
સિંચ્યું હતું સ્નેહનું જળ,
અને નાખ્યું હતું પ્રેમનું ખાતર,
પણ નહોતી ખબર અહંકારના વાવાઝોડાથી,
વિરાન થઈ જશે આ બાગ,
તણખલું તણખલું ભેગુ કરી,
સર્જ્યો હતો આ સુંદર જીવન માળો,
પણ નહોતી ખબર કે શંકાની હવાથી,
વિખરાઈ જશે આ માળો,
પ્રેમના હસ્તાક્ષરથી લખ્યો હતો આ સગપણનો દસ્તાવેજ,
પણ નહોતી ખબર કે,
આ ગેરસમજના વરસાદથી,
આ શબ્દો ભૂસાઈ જશે.
