STORYMIRROR

Chirag Padhya

Romance

4  

Chirag Padhya

Romance

નદી

નદી

1 min
475

છે હોઠ પ્યાસા બુંદના ને જો નદી આંખે વહે,

આંખો અડે છે વાદળે ને પ્યાસ આ અંતર સહે,


વેઠી શકે ક્યાં આજ પાંપણ આંસુઓના બોજને !

એ બોજ પાંપણ જો સહે તો સ્નેહની સરિતા વહે,


આંખો થશે સપના વિહોણી નામ તારું આવશે,

એ આંખની લાલાશ વીત્યા દર્દની વાતો કહે,


જો આંખ મુજને છેતરે દેખે તને એ ભીતરે,

છોનેહદય માને નહીં આંખો છતાં તુજને ચહે,


ચંચળ નયન સમજે નહીં ભદ્રા ઈશારા એમના,

સંજોગ એ જેવા મળે એમા ઢળી પ્રીતિ લહે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance