નબળાઈ
નબળાઈ


સરખામણી અને લઘુતાગ્રંથિની એ બની રહે છે ભવાઈ,
ઈર્ષ્યા – અદેખાઈ છે માનસિક શાંતિ પરની તવાઈ,
આમ તો ઈર્ષ્યા – અદેખાઈ છે નબળાઇ માનવ સહજ,
ઈર્ષ્યા – અદેખાઈ છે દુનિયાની સહુ થી ખતરનાક ખાઈ,
ઈર્ષ્યા - અદેખાઈ લાવે નિંદા, કંકાસ અને અશાંતિનું કમઠાણ,
વધતી જતી ઈર્ષ્યા - અદેખાઈ બને મનોવિકાર નું પ્રમાણ,
આમ તો ઈર્ષ્યા – અદેખાઈ છે મોકાણ માનવ સર્જીત,
ઈર્ષ્યા – અદેખાઈ બની રહે છે અનેક દુર્ગુણોની ખાણ,
અન્ય કરતા વધારે સુખી થઇ જવાની દોડ છે ઈર્ષ્યા – અદેખાઈનું કારણ,
ઈર્ષ્યા – અદેખાઈનો રોગ છે ચેપી એવું છે તારણ,
આમ તો મંથરા જેવા પાત્રો જ રામાયણ સર્જે છે,
અન્યના સુખે સુખી થવામાં જ છે સમાયું, ઈર્ષ્યાના વિકારનું નિવારણ.