STORYMIRROR

Chaitanya Joshi

Action Classics Inspirational

3  

Chaitanya Joshi

Action Classics Inspirational

નાયક.

નાયક.

1 min
13.8K


સહુનો સાથ લઈને આગળ ધપે છે નાયક,

સહુનાં વિકાસનો મંત્ર સદા જપે છે નાયક,


ત્યાગ, સેવાને સમર્પણ હથિયાર છે એનાં,

વાત વિજયની હરપળ રટે એ છે નાયક,


જશરેખા એની હથેળીમાં નથી હોતી કદી,

ઘૂંટ અપજશનાં હરકદમે ગળે એ છે નાયક,


નિજ જીવનની આપી દે છે કુરબાની સહજ,

બહુજન હિતાય બસ જીવન જીવે છે નાયક,


ભરપૂર મનોબળ પ્રાણ પૂરે લક્ષ્યવેધ કાજે,

પ્રયત્નો પરાકાષ્ઠાએ વિજય વરે છે નાયક.


Rate this content
Log in

Similar gujarati poem from Action