STORYMIRROR

Parag Pandya

Inspirational

4  

Parag Pandya

Inspirational

નાટક જીંદગી

નાટક જીંદગી

1 min
7


ગજબ છે તારું નાટક જીંદગી, પૂછે જો કોઈ "કેમ છો ? "

કહેવું પડે "મઝામાં છું" ભલે પછી હોય પારાવાર મુશ્કેલીઓ !


ગજબ છે તારું નાટક જીંદગી, નકામી ભાગમભાગ કરાવે,

ગયો છું ખૂબ થાકી, સારું થાય જો હવે તું હિસાબ કરી દે !


ગજબ છે તારું નાટક જીંદગી, પોતાનાં કરે બંધ બારણાં,

ભરેલા ખીસ્સે દુનિયા બતાડી, ખાલી ખીસ્સે કોણ આપણાં ?


ગજબ છે તારું નાટક જીંદગી, તું લચકાતી ચાલે તારા તાલે ,

કિસ્મતનો ખેલ,પડે છે બીજાના સહારાથી તો ઠાઠડી હાલે !


ગજબ છે તારું નાટક જીંદગી,સંતોષની સૂચી કાયમ અધૂરી,

આયખું મજૂરી કરી પણ નથી કરી શકતો મરણની તૈયારી !


ગજબ છે તારું નાટક જીંદગી,ચળકતી સપાટીથી અભિભૂત,

ભીતર અકલ્પનીય, લાગણીનો વ્યવહાર તકલાદી ભાસે છે !


ગજબ છે તારું નાટક જીંદગી, માર્યું તાળું પણ અજાયબ,

શોધ્યાં કરું છું સહજ ખૂલે એવા સુખના દરવાજાની કૂંચી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational