STORYMIRROR

Patel Padmaxi

Inspirational

4  

Patel Padmaxi

Inspirational

નારી

નારી

1 min
1.1K


નારી ધન્ય તૂજને નાર, ધન્ય તારો અવતાર,

વિધ સગપણોમાં છલકાતો તારો પ્યાર.


કયાંક જનની બની સંસ્કારે રે નિજ બાળ,

વરસાવી વાત્સલ્ય ઝરણું કરતી તું પંપાળ.


મોજ મ્હેંકતી ભગિની અધિકાર ઘણો જમાવે,

એ ધાગાના બંધનમાં વ્હાલ નોખું વરસાવે.


ભાર્યારુપે લક્ષ્મીરુપા, જીવનસંગિની દશ્યમાન

નિજ અસ્તિત્વ ન્યોછાવર, ધણીમાં વિલોપમાન.


વહુ સ્વરુપે વિનોદિની ગૃહકાર્ય ધુરા સંભાળે,

કુટુંબ-કબીલા અને કુળને નિજ કર્મકળાએ તારે.


વળી, ધરે તું રૂપ પ્રભુનું જો દિકરી થઈને આવે,

હેત ભરીને આંગણાં, ગૃહ ઉપવનોના ખીલાવે.


જગના સંબંધોને ને કર્મધુરામાં તું અપ્રતિમ મહિલા,

તારા ત્યાગ-સમર્પણથી મહાન બની છે આ ભૂમિશીલા.


સંસારના સઘળા સંબંધો 'ઓ નાર' તું નિભાવે ,

તે સ્થળ ઇશ્વરધામ બને જયાં જયાં તું પૂજાયે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational