નારી
નારી
નારીની વ્યથા ને કથા બહુ લખાણી
ખરું જૂઓ તો એ નથી કોઈથી અજાણી!
એ તો ઝંખે છે; ફક્ત પ્રેમ અને આત્મસમ્માનની લ્હાણી,
સંવેદનાઓથી છે એ ભરપૂર
કઠોર વેદનાઓએ પચાવી પ્રચૂર,
સમર્પણ સદા એ છે એની અદા
પણ કસોટી જો કરશો
તો મળશે આકરી સજા,
મોકળાશ એને આપજો, કે વિહરે ગગન અપાર
લગીરે નહીં લાગે તમ દીકરીનો ભાર!