નારી સશક્તિકરણ
નારી સશક્તિકરણ


મહિલા સશક્તિકરણની વાતો બહુ કરી હવે
ચાલો થોડીક સુરક્ષાની વાતો પણ કરીએ હવે,
કુમળી કળી ને કચડાતી બચાવી લઈએ હવે
દહેજના દુષણથી સ્ત્રી ને ઉગારી લઈએ હવે,
સ્વ રક્ષણની તાલીમ આપી સશક્ત બનાવીએ હવે
બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન વધાવીએ હવે,
આ અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડીએ હવે
ને સ્ત્રીને સશક્ત બનાવીને તેનું ગૌરવ વધારીએ.