નારી મહિમા
નારી મહિમા
કુદરતનો કરિશ્મા તું
ગર્વિત એવી ગરિમા તું !
કામણગારી કામિની તું,
ભવ્ય એવી ભામિની તું !
કોકિલ કંઠી કવિતા તું
સમર્પણ રૂપી સરિતા તું.
કરૂણા સભર ગાગર તું,
શ્રધ્ધા સભર સાગર તું !
ઝાંઝરનો ઝણકાર તું,
સૃષ્ટિનો શણગાર તું.
શક્તિમયી સંપુટ તું,
ભક્તિમયી સંકુલ તું
મમતાની મૂર્તિ તું
ધૈર્યની પૂર્તિ તું.
વાત્સલ્યરૂપી વરદાન તું
કુટુંબ કેરું સ્વાભિમાન તું!
