નારી જીવન
નારી જીવન
નારી માટે જીવન છે એક યુદ્ધનું મેદાન,
એ હરવખત સહનશક્તિના જોરે લડે,
ઝીલે છે સંસારના સઘળાં સઘળાં ઘાવોને,
નારીમાં સહનશક્તિ ભરપૂર જોવા મળે,
સહન કરે છે પોતીકાંઓના મેણાં-ટોણાં,
તોય નારી પોતાનાઓ માટે જીવન જીવે,
સદાય વહાવે છે નારી પ્રેમનું નિર્મળ ઝરણું,
તોય સહનશક્તિના નામે નારી જીવન બળે,
રૂઢિગત એવાં આપણાં પુરુષ પ્રધાન સમાજમાં,
નારી પોતાનું અસ્તિત્વ ટકાવવા રોજેય લડે.
