STORYMIRROR

Narendra K Trivedi

Tragedy

4  

Narendra K Trivedi

Tragedy

નાનો માળો

નાનો માળો

1 min
212

હતો આશરો એક નાનો માળો,

ના, વૃક્ષને વાંકુ પડ્યું, ના હવાને.


ના, તણખલા એ કર્યો કોઈ વિરોધ,

ગૂંથાયું તણખલું એકમેક રહેવાને.


વારિ પણ, ગયું સરી, ત્યાં ટપકીને,

ઋતુએ સાથ દીધો ત્યાં બચવાને.


કપાયું જંગલ, સમતળ થઈ ધરા,

ક્યાં જશે પંખી, લઈ રાવ કરવાને.


માનવી શોધતો રહ્યો આશરો તેનો,

પોતાને, ને વસ્તી વધારો સમાવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy