STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract

3  

Prakruti Shah 'Preet'

Abstract

નાનકડી બારી

નાનકડી બારી

1 min
198

મારા ઘરની 

એ નાનકડી બારી વાટે,

ચળાઈને આવતાં રવિકિરણો

સાથે અનેરી તાજગીથી

ઊગતી સવાર,


એ બારીમાંથી દ્રશ્યમાન

ખુલ્લું આકાશ,

કરે છે સાદ મને

વિહરવા મુક્ત ગગને,


એ બારીએ વીતે

મારી મનગમતી સંધ્યા,

આથમતા રવિની સાખે

માળે પાછું ફરતું વિહંગગણ,


કૉફીના કપ સંગ

ગમતીલું પુસ્તક ને

મનનાં ઝરોખે હોય

પ્રીતમની વાટ,


બારીના ઝરોખે ઝીલું,

મેઘના એ ફોરાં,

નીરખું મેઘના મિલને,

તૃપ્ત અવનિની ભીનાશ,


ઊતરતી નિશાએ

શીતળતા અર્પે

સૌમ્ય ચંદ્રની ચાંદની

એ નાનકડી બારી વાટે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract