નાનાં નાનાં
નાનાં નાનાં
નાનાં નાનાં સસલાભાઈને
સ્વચ્છતાનો શોખ સ્વચ્છતાનો શોખ
બ્રશ કર્યા, સ્નાન કરી
માથું ઓળી મસ્ત...
નાનાં નાનાં......
સાવરણી લીધી, પોતું લીધું
સફાઈ કરી મસ્ત....
નાનાં નાનાં......
નખ કાપ્યા, ચાંદલો કર્યો
કાજળ ઘસ્યું મસ્ત....
નાનાં નાનાં.....
પાણી લીધું, વાસણ લીધા
વાસણ ઘસ્યા મસ્ત....
નાનાં નાનાં.....
વર વાળ્યું, આંગણું વાળ્યું
શેરી કરી સ્વચ્છ.....
નાનાં નાનાં....
