નાના હતા ત્યારે ભેગા રમતા
નાના હતા ત્યારે ભેગા રમતા
નાના હતા ત્યારે અમે ભેગા રમતા,
સાત તાળીને બે રોટી જમતા,
સંતાકૂકડી રમતાને કોઠી આડા ભમતાં,
મીની ઠેકામણી રમતાને ભેરૂનો ભાર ખમતા,
ઝાડને પાણી પાતાને ડાળીએ નમતા,
સરસ મજાની હતી એ છાયાની મમતા,
લેસન પૂરું ન કરતાં તો સોટી સમતા,
શિક્ષકનો માર ખાઈને આમતેમ ભમતાં,
મમ્મી - પપ્પાના કામમાં અમે બહુ જ નડતા,
તોય દાદા - દાદીને અમે બહુ જ ગમતાં,
વૃક્ષો વાવીને અમે ઠંડક ખૂબ આપતા,
વૃક્ષો માટે અમે પાણી ભરી લાવતા,
પાટી પેન લઈને અમે સાથે લખતા,
છોડને પાણી પાઈને અમે સાથે ચાલતા,
રિસેસનો બેલ પડે ત્યારે અમે ઊંઘમાંથી જાગતા,
દફતર પાટી પેક કરી અમે ઘરે ભાગતા.
