Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Tragedy

4.0  

Purnendu Desai

Tragedy

નામ

નામ

1 min
11.6K

ગઝલમાં મારી, શોધે છે બહુ ઝીણવટથી જેને આખું આ ગામ,

કોતર્યું છે હૃદયમાં જે મારા, નહિ નીકળે એ સરળતાથી આમ.

કરીલે ભલે કોશિશો સઘળી, થઈ જશે એ બધી એમ જ નાકામ,

બહાર જો એ નીકળે ક્યારેય ભીતરથી, તો થઈ જાય કત્લેઆમ સરેઆમ.

માન્યું કે દિશા છે જૂદી ને મંઝીલોના આપણે ગુલામ,

કલ્પનાઓમાં વિહરીને લઈ શકાય આનંદ, લઈએ જો થોડો વિરામ.

કબુલતા નથી એ બાકી, એણે પણ કોતર્યું છે દિલમાં 'નિપુર્ણ' નું જ નામ,

કબૂલે જો એ, મારે તો પીવો છે, જરા જૂદી રીતે આ જિંદગીનો જામ.

Rate this content
Log in