STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નાજુક દિલ

નાજુક દિલ

1 min
231

દિલ મારૂં તને દઈ બેઠો છું,

સંભાળીને તું તેને રાખજે,

ધડકન મારા દિલની સાંભળીને,

કાયમ મુજને દિલમાં વસાવજે...


તું સુંદર અને નાજુક છે તેમ,

દિલ મારૂં પણ ખૂબ નાજુક છે,

દિલથી સદાય પ્રેમ કરજે મુજને,

પ્રેમની અહેમિયત તું વધારજે...


પ્રેમ તો દિલદારને જ મળે છે,

મારા પ્રેમને દિલથી અપનાવજે,

તું મારા દિલની પ્રેમની મૂરત છો,

મારી પ્રેમ આરાધના સ્વિકારજે...


એકલો અટુલો છું આ દુનિયામાં,

દિલમાં મુજને પ્રેમથી તું સમાવજે, 

પ્રેમનો તંતુ જોડીને મુજ સંગ તું,

પ્રેમની શરણાઈના સૂર વગાડાવજે...


તને મળવાથી મારા દિલની હવે,

પાનખર સદાય દૂર થઈ ગઈ છે,

તારા યૌવનમાં મદહોશ બનાવી,

મુજને રસપાન દિલથી તું કરાવજે... 


પ્રેમના અજાણ્યા રાહમાં આપણે,

દિલથી એક બીજાને મળ્યા છીએ,

હવે કદી જુદા પડવું નથી "મુરલી",

દિલથી વસંતને તું મહેકાવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama