નાગરવેલ
નાગરવેલ


લીલા ચમકતા નમણા નાગરવેલનાં પાન
શોભતા અણિયાળા શીર્ષ ટોચે અનન્ય માન,
હૃદયાકાર નાગવલ્લરી બનારસી, કલકત્તી
સપ્તશીરા, તાંબૂલ, નાગવલ્લી નામે પત્તી,
લીલા ને પોપટી ચળકતા તીખા તમતમતા
અગથિયા ઓથે ઉછર્યા પર્ણદલ મનગમતા,
માનભાવત છાંયો પાણી છીયે કોમલ કુંવર
ભેજ તાપમાન રક્ષે નાગરવેલ ઊંચા તરુવર,
ખાનપાન રંગીન શાહી અતિ માન મુખવાસ
નંદ ઘેર ભદ્રલોક છે નૃપ મહેલ અમારો વાસ,
લીલા ચમકતા નમણાં નાગરવેલ કેરા પાન
વેલી પાંદડીયે આલો લીલો હરિત સુંદર વાન.