ના દાતા મળ્યો કોઈ
ના દાતા મળ્યો કોઈ
ચમત્કાર ચહે છે આંખો, ના ચમત્કાર ઘટ્યો કોઈ,
માંગવાવાળાઓની છે ભીડ, ના દાતા મળ્યો કોઈ,
કોઈ હાથ ફેલાવતા, કોઈ ઈશારે માંગતા,
કોઈ ફટિયલ હાલ, કોઈ મોર્ડન સ્ટાઈલ છે,
ઊભાં છે નર - નારીઓ, ના મનુષ્ય મળ્યો કોઈ,
અવનવા ભિક્ષુકો અહીં, અવનવા અંદાજ છે,
કલાકારોથી પણ ચડતા, એમના અવાજ છે,
ભારી છે આ પ્રતિસપર્ધા, ન લાયક મળ્યો કોઈ,
ધનના ઘણા ચાહકો, ઘણા પ્રેમ માંગતા,
યશ, વૈભવ અને સત્તાને, એ બધાં ચાહતા,
અઘિરા ને અસંતોષી બધા, ના સ્વસ્થ મળ્યો કોઈ,
ના માંગો દસુદાન કહે, થોડુ આપો અહીં કંઈ,
આપની આ શરૂઆતથી, કાશ આ પ્રથા બદલે જરી,
દેનાર ને બઘુય મળી રહે, ના અભાવ રહ્યો કોઈ.
