STORYMIRROR

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

ન કહેશો

ન કહેશો

1 min
235

જો ચાહત પર ઊઠે આંગળી, મને ન કહેશો,

દિલ કરે અજીબ માંગણી, મને ન કહેશો,


બચાવી લો જાતને તમે જો શક્ય હોય તો,

આંખમાં છલકે લાગણી, મને ન કહેશો,


ખામોશીના આવરણ નીચે સંતાઈ ન રહો,

શ્વાસ આપશે વધામણી, મને ન કહેશો,


ચાહતના દર્દને ગળે તો લગાવી જુઓ,

થોડી થશે સતામણી, મને ન કહેશો,


મોતને ક્યાં લગી મ્હાત આપી શકાશે ?

જિંદગી કરશે છેતરામણી, મને ન કહેશો,


આ અસ્તિત્વમાં તું એક અનન્ય છે, 

લોકો કરશે સરખામણી, મને ન કહેશો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance