My Diary Day 7 - ૩૧ માર્ચ ૨૦૨૦
My Diary Day 7 - ૩૧ માર્ચ ૨૦૨૦
પ્રિય ડાયરી,
બહાર જવાનું એ હવે બંધન નથી,
લાગતું એવું કે કંઇક શિખવા જેવું,
આજના દિવસ દરમિયાન મે તો,
સંપના પાઠ શીખ્યા જ્યારે દૂર છીએ તો,
હોઈએ સાથે ત્યારે સમજાતો નથી,
મહિમા સૌનો એ બધા દિવસનો,
જેમ સોનામાં સુંગંધ ભળે એમ,
આજે એ દિવસોને પણ ઢાળવાનો,
નિષ્ક્રિયતાના આવરણો હટાવી,
આજે ચહેરો મારો જોવાનો,
આપણા મિત્રો સૌ આપણા સ્વજન,
એવું માનીને જીવન પસાર કરવાનો,
સંપ ના પાઠ ભણાવતો સાતમો દિવસ,
મનમાં એક સંકલ્પ મુકતો ગયો યાદનો.