STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

મવાલી બનાવી દિધો

મવાલી બનાવી દિધો

1 min
190

તેના પ્રેમ માટે તરસ્યો હતો હું, 

તેના માટે દિન રાત તડપતો હતો હું

તેના પ્રેમ મેળવવાના વિચારોએ મુજને,

હંમેશા દિવાનો બનાવી દીધો,


તેના પ્રેમના સપનાં જોતો હતો હું,

તેના મિલન માટે રાહ જોતો હતો હું,

તેની અદ્ભૂત સુંદરતાએ આકર્ષીને મુજને,

હંમેશા મોહમાં ડૂબાડી દીધો,


તેને દિલમાં વસાવવા આતુર હતો હું,

તેના પ્રેમની મધુર ગઝલ ગાતો હતો હું,

તેની મસ્તીભરી લટકાળી અદાએ મુજને,

હંમેશા મદહોશ બનાવી દીધો,


તેના પ્રેમની અમીરાત વસાવતો હતો હું,

તેના પ્રેમની મહેફિલ સજાવતો હતો હું,

તેની નફરતની આગે આજ "મુરલી" ને,

હંમેશા મવાલી બનાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance