મુસાફર
મુસાફર


જેની નથી કોઈ મંઝિલ એ રસ્તાના મુસાફર છીએ
ચાલ્યા કરે છે અવિરત એ દાસ્તાના મુસાફર છીએ,
રહે અડગ, અટલ ને એકાકાર એવા મનના મલહારી
અમે જાત ઘસીને ઉજળા થનારા
આસ્થાના મુસાફર છીએ,
શીખી ગયા વેદના વેઠતા આહ એક પણ ના નિકળે
કંટક સાથે જ તો રોજ રહેનારા વ્યથાના મુસાફર છીએ,
શમણાંઓમાં લગાવી થીગડું જીવનારા જીવ કાયમ
ઊગતા નવા દિવસ સાથે નવી ઊર્જાના મુસાફર છીએ,
હારે છે ક્યાં હામ હૈયાની વિશ્વાસથી દોડે પળેપળ
નસીબ જેવી નાવે સવાર રહેતા નિષ્ઠાના મુસાફર છીએ.