Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Bhatt

Drama Fantasy

3  

Lata Bhatt

Drama Fantasy

મુંઝવણ મારી

મુંઝવણ મારી

1 min
13.5K


મુંઝવણ મારી એ જ છે અસલમાં,

કૃષ્ણ સર્ચ નથી થઇ શકતા ગૂગલમાં,


ખોળીએ તો એની નામાવલિ મળશે,

ભળતા ને ય ગૂગલ સાથે સાંકળશે,

કેટલીય સાઇટ ખૂલી જશે એક પલમાં,

કૃષ્ણ સર્ચ નથી થઇ શકતા ગૂગલમાં,


મહીં, માધવ, મીરા, મેવાડ, મટકી...

શબ્દ ખોળી ગૂગલ અહીં જશે અટકી,

લઇ જશે ના એ કોઇ શબ્દના તલમાં,

કૃષ્ણ સર્ચ નથી થઇ શકતા ગૂગલમાં,


એમ કૃષ્ણ ગૂગલમાં જડવા લાગશે,

તો અહીં કંઇ કેટલાય જીવડા જાગશે,

રાત દિ' રત રહે છે જે આ સકલમાં,

કૃષ્ણ સર્ચ નથી થઇ શકતા ગૂગલમાં,


શ્યામે રાખી છે ક્યાં કહે તુજથી દૂરી,

ભીતર ઝાંક શ્યામ બજાવે છે બાંસૂરી,

બસ રાખ્યા છે તે જ એને ઓઝલ્માં,

કૃષ્ણ સર્ચ નથી થઇ શકતા ગૂગલમાં.


('વળાંકે વળાંકે વનમાળી' માંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Drama