મુલાકાતની એક પળ
મુલાકાતની એક પળ
વિચારું છું એમ જ કે હું તારું મન જાણું,
પણ કોને ખબર આ દિલની તે શું વિચારે છે,
નફરત પણ તારા પર જ અને લડાઈ પણ તારી સાથે
તો પણ તારા વગર એકપણ દિવસ ક્યાં રહેવાય છે?
યાદ છે કંઈક તેજ મુલાકતોની પળો,
જે ક્યાં વિચરાય છે ક્યારે જીવનમાં
રસ્તામાં મળતા જ લડી પડી તું મારી સાથે,
એક વાર પણ વિચાર્યું કે વાંક કોનો હતો?
પણ મારો ઘમંડ પણ ક્યાં ઝૂકે તેવો હતો,
ના હું થાકતો તારાથી ના તું થાકતી મારાથી,
કંઈક તો હતું જે નફરતથી પણ વધારે હતું
પણ શું તે જ ખબરથી અજાણ હતું,
રોજ એક દિવસ મળતાને રોજ લડતા,
જાણે લડત જ માં રમત રમાતી હોઈ તેવું લાગતું
ના દોસ્તીનો હાથ હું લબાવી શક્યો
ના દિલનો પ્રેમ જાણી કે સમજી શક્યો
ક્યાં ખબર હતી જિંદગી ને આ વાતની
કે તારા ગયા પછી મહેસુસ થાશે દિલને
ભૂલવા છતાં પણ ક્યાં ભુલાઈ છે તે પળ
એક એક દિવસની વાતો બસ એમજ યાદ આવે
કૉલેજની તે પળોને આપણી દલીલો
હંમેશા તું જ જીતી જતી અને હું હારતો
તો પણ હું હાર ના માનતો ક્યારે
કંઈક તો હતું જે મને હંમેશા ના ગમતું
છતાં પણ તું તેજ કરતી જે મૅન બળતું
દિલનો કોઈ ખૂણો તો તારા વિશે વિચારતો
એટલે જ તો તને બીજા સાથે જોઈ નો'તો શકતો
બદલી ગયા દિવસો તે કંઈક આજે
જ્યાં તારી યાદોની લેહરો સિવાય કંઈજ નથી
એક પળની મોહબ્બતને થોડીક પળોની મુલાકતો
બસ એમજ જિંદગીના કેદખાનામાં ઘૂસવાય ગઈ.

