થઈ જાય
થઈ જાય
1 min
89
તુ વરસ, ને ધરતી પર રોનક થઈ જાય,
તુ વરસ, ને આ વાદળ ખાલીખમ થઈ જાય,
તુ વરસ, ને નદી-નાળા છલોછલ થઈ જાય,
તુ વરસ, ને હરિયાળી લીલીછમ થઈ જાય,
તુ વરસ, ને હવામાન ઠંડુગાર થઈ જાય,
તુ વરસ, ને ધરા તરબતલ થઈ જાય,
તુ વરસને, જીવન નયન રમ્ય થઈ જાય,
તુ વરસ, ને સર્વત્ર મહેક પ્રસરી જાય,
તુ વરસ, ને જીવતર હર્યુ ભર્યુ થઈ જાય,
તુ વરસ, ને મારો ખાલીપો ભરાઈ જાય,
